Home> India
Advertisement
Prev
Next

નાપાક હરકત કરતા પાકિસ્તાનને ભારતીય સેનાનો જડબાતોડ જવાબ, 2 PAK સૈનિકો ઠાર 

ભારતીય સેના (Indian Army)ને મોટી સફળતા મળી છે. સેનાએ પાકિસ્તાનના બે સૈનિકોને ઠાર કર્યા છે. હકીકતમાં ગત રાતે લાઈન ઓફ કન્ટ્રોલ પર પાકિસ્તાની સેના તરફથી થયેલા સીઝફાયરનો ભંગ કરીને ફાયરિંગ થયું હતું. ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી. આ દરમિયાન પાકિસ્તાનની સેનાના બે સૈનિકો ઠાર થયા. પાકિસ્તાને આ વાત કબુલ પણ કરી કે સીઝફાયર તોડ્યા બાદ ભારતની જવાબી કાર્યવાહીમાં 2 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. 

નાપાક હરકત કરતા પાકિસ્તાનને ભારતીય સેનાનો જડબાતોડ જવાબ, 2 PAK સૈનિકો ઠાર 

નવી દિલ્હી: ભારતીય સેના (Indian Army)ને મોટી સફળતા મળી છે. સેનાએ પાકિસ્તાનના બે સૈનિકોને ઠાર કર્યા છે. હકીકતમાં ગત રાતે લાઈન ઓફ કન્ટ્રોલ પર પાકિસ્તાની સેના તરફથી થયેલા સીઝફાયરનો ભંગ કરીને ફાયરિંગ થયું હતું. ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી. આ દરમિયાન પાકિસ્તાનની સેનાના બે સૈનિકો ઠાર થયા. પાકિસ્તાને આ વાત કબુલ પણ કરી કે સીઝફાયર તોડ્યા બાદ ભારતની જવાબી કાર્યવાહીમાં 2 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. 

fallbacks

Citizenship Amendment Act: લખનઉમાં વિરોધની આડમાં થયેલી હિંસાનું નીકળ્યું ચોંકાવનારું કાશ્મીર કનેક્શન!

અત્રે જણાવવાનું કે આ અગાઉ બુધવારે રામપુર સેક્ટરમાં ભારતીય સેનાના એક જેસીઓ શહીદ થયા હતાં અને એલઓસી પાસે થયેલા ફાયરિંગમાં એક મહિલાનું પણ મોત થયું હતું. બુધવારે પાકિસ્તાનની આ નાપાક હરકત પર ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારત તરફથી છોડાયેલા મોર્ટાર અને ભારે ગોળાબારીમાં પાકિસ્તાની ચોકીઓને પણ નુકસાન પહોંચ્યું છે. પાકિસ્તાને માન્યું કે પીઓકેના દેવા સેક્ટરમાં બે પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

બુધવારે પાકિસ્તાન તરફથી ઉરીના હાજીપીરમાં સવારે સાડા અગીયાર વાગ્યાથી ફાયરિંગ શરૂ થયું હતું. આ ફાયરિંગમાં જેસીઓ શહીદ થયા હતાં. પાકિસ્તાને રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવ્યાં. પાકિસ્તાની સેનાએ બારામુલ્લા જિલ્લાના અનેક સેક્ટરોમાં નાગરિકો અને રક્ષા ઠેકાણાઓને હળવા હથિયારોથી નિશાન બનાવ્યાં હતાં. તોપોથી થયેલા ગોળાબારીમાં નિયંત્રણ રેખા પાસેના વિસ્તારોમાં રહેલા ગ્રામિણોમાં ડરનો માહોલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More